શું વાઇરલઃ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાઇરલ થઈ રહી છે. તેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રાજસ્થાનનું પ્રસિદ્ધ રાજમંદિર સિનેમાઘર વેચાઈ રહ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે મિરાજ ગ્રૂપ નામની મલ્ટિપ્લેક્સ ઇન્ડસ્ટ્રી રાજમંદિર સિનેમાઘરને ખરીદી રહી છે.
- રાજમંદિર દેશનું એકમાત્ર એવું થિયેટર છે જે જે એક પર્યટક સ્થળ પણ છે. અહીં લોકો ફિલ્મો જોવા આવવાની સાથે તેનું અનોખું આર્કિટેક્ચર પણ જોવા આવે છે.
સોશિયલ મીડિયા પર રાજમંદિર થિયેટર વેચાઈ રહ્યું છે એ સંબંધિત મેસેજ સૌથી વધારે શેર કરવામાં આવી રહ્યા છે
*#જયપુરનું #રાજમંદિર #થિયેટર વેચાયું...#*
*#પ્રાઇડ ઓફ રાજસ્થાનનો ખિતાબ મળ્યો હતો...#*
*#એશિયાના સૌથી મોટા રાજમંદિરમાં હવે ક્યારેય ફિલ્મો નહીં જોઈ શકાય #*
*#રાજસ્થાનની રાજધાની જયપુરમાં આવેલા આ હોલમાં ફિલ્મો જોવા આવનારા લોકો તેની ખૂબીઓથી પ્રભાવિત થઈ જતા હતા...#*
વિશ્વભરમાં એકથી એક ચઢિયાતા થિયેટર્સ છે. પરંતુ રાજસ્થાનની રાજધાની જયપુર સ્થિત રાજમંદિર થિયેટર હોલ એશિયામાં પણ તેનું સ્થાન ધરાવે છે. પરંતુ હવે આ ઐતિહાસિક સિનેમાહોલમાં તમે બધા દેશી-વિદેશી પ્રેમીઓ ફિલ્મો નહીં જોઈ શકો. જી હા, જયપુરના વિશ્વ વિખ્યાત સિનેમાહોલ રાજમંદિર વેચાઈ ગયું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર શુક્રવારે આ ડીલ મિરાજ ગ્રૂપ દ્વારા 1 અબજ 30 કરોડ રૂપિયામાં કરવામાં આવી છે. અત્યારે તેના માલિક ભૂરામલ-રાજમલ સુરાના જ્વેલર્સના માલિક હતા.
આ દાવાને લગતા મેસેજીસ વ્હોટ્સએપ પર પણ મોકલવામાં આવી રહ્યા છે

ફેસબુક પર પણ રાજમંદિર થિયેટર વેચાયું હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે

ફેક્ટ ચેક તપાસ
- જુદા-જુદા કી-વર્ડથી સર્ચ કર્યા બાદ પણ અમને ઇન્ટરનેટ પર આવા કોઈ સમાચાર મળ્યા નથી જેનાથી એ પુષ્ટિ થતી હોય કે જયપુરનું પ્રખ્યાત રાજમંદિર થિયેટર વેચાઈ રહ્યું છે.
- રાજમંદિર સિનેમાની ઓફિશિયલ વેબસાઇટ પર અમને આવી કોઈ નવી અપડેટ પણ જોવા નથી મળી. જેનાથી પુષ્ટિ થતી હોય કે આ થિયેટરને નવા ગ્રૂપ દ્વારા ખરીદવામાં આવ્યું છે.
- સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે, મિરાજ ગ્રૂપે થિયેટરને 1 અબજ 30 કરોડમાં ખરીદ્યું છે. આ દાવાની પુષ્ટિ કરવા માટે અમે મિરાજ ગ્રૂપનો સંપર્ક કર્યો. મિરાજ ગ્રૂપની ટીમે દિવ્ય ભાસ્કરને ઇ-મેલમાં જણાવ્યું કે તેઓ રાજમંદિર થિયેટર નથી ખરીદી રહ્યા. સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા સમાચારો ફેક છે.
તારણઃ સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલો રાજમંદિર થિયેટર વેચાવાનો દાવો ફેક છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
source https://www.divyabhaskar.co.in/national/news/rajasthans-famous-rajmandir-theater-is-being-sold-miraj-group-which-is-being-considered-a-buyer-told-bhaskar-that-the-claim-is-fake-127576964.html
0 Comments