100 લોકોને મારી લાશ મગરને ખવડાવી દીધી સિરિયલ કિલર ડૉક્ટરનો ચોંકાવનારો ખુલાસો

ડૉક્ટર જેવા વ્યવસાયમાં રહીને લોકોનો જીવ લેનાર હેવાન દેવેન્દ્ર શર્મા અંગે અત્યંત ચોંકાવનારી માહિતી મળી છે. સિરિયલ કિલર ડૉ. દેવેન્દ્ર શર્માએ પહેલા કબૂલ્યું હતું કે 50 હત્યા પછી તેને હત્યાની ગણતરી કરવાનું છોડી દીધું હતું. હવે એવું બહાર આવ્યું છે કે અત્યાર સુધીમાં તે 100થી વધુ લોકોની હત્યા કરી ચૂક્યો છે. તેમાંથી મોટાભાગનાને યુપીની એક નહેરમાં રહેલા મગરનું ભોજન બનાવી દીધા હતા.

દેવેન્દ્ર શર્મા નામનો આ ડૉક્ટર થોડા સમય પહેલા દિલ્હીથી પકડાયો હતો. તે કિડની કેસમાં છેલ્લા 16 વર્ષથી સજા ભોગવી રહ્યો હતો અને હવે પેરોલ પર બહાર આવ્યો હતો. 20 દિવસ પછી તેને જેલમાં જવાનું હતું પણ તે અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો. તે પકડાતા તેના કારનામા બહાર આવી રહ્યાં છે.

શર્માએ કહ્યું કે મોટાભાગના શબ ઉત્તર પ્રદેશના કાસગંજની હજારા નહેરમાં ફેંકી દીધા હતા. આ નહેરમાં મોટી સંખ્યામાં મગરમચ્છ રહે છે. શર્માએ 1984માં બીએએમએસ થયા પછી રાજસ્થાનમાં ક્લિનીક શરૂ કરી હતી. 1994માં ગેસ એજન્સી માટે એક કંપનીમાં 11 લાખનું રોકાણ કર્યું પરંતુ કંપની અચાનક ગાયબ થઈ ગઈ. આ નુકસાન પછી તેને 1995માં નકલી ગેસ એજન્સી ખોલી હતી.

ડૉક્ટર કેવી રીતે કાતિલ બન્યો
દેવેન્દ્ર શર્મા રાજસ્થાનમાં પ્રેક્ટિસ કરતો હતો. એક રોકાણમાં છેતરપિડી પછી તે ગુનાખોરીના રસ્તે ચઢી ગયો હતો. પછી તે ડૉક્ટરીની સાથે કિડની ટ્રાન્સપ્લાન્ટ રેકેટ અને નકલી ગેસ એજન્સી પણ ચલાવવા લાગ્યો. એટલું જ નહીં ચોરીના વાહન પણ વેચતો હતો. પોતાની નકલી ગેસ એજન્સી માટે સિલિન્ડર જોઈએ ત્યારે ગેસ ડિલિવરી ટ્રક લૂંટી લેતો હતો અને તેના ડ્રાઈવરને મારી નાંખતો હતો. એવી જ રીતે કેબ ડ્રાઈવરને પણ તે મારી નાંખતો હતો. દિલ્હીથી યુપી જવા માટે તેની ગેંગના લોકો ટેક્સી બુક કરાવીને લૂંટી લેતા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સિરિયલ કિલર ડૉ. દેવેન્દ્ર શર્મા.


source https://www.divyabhaskar.co.in/national/news/serial-killer-doctors-shocking-revelation-that-he-killed-100-people-and-fed-to-crocodile-127576385.html

Post a Comment

0 Comments