અફઘાનિસ્તાનમાં હિંસાનો શિકાર બની રહેલા હિન્દુ અને શીખની મદદ માટે ભારત સરકારે પગલા માંડ્યા છે. સરકારે કહ્યું કે, અફઘાન યુદ્ધ દરમિયાન ત્યાં હુમલાનો શિકાર બનેલા હિન્દુ અને શીખ સમુદાયના વિઝા અને લોન્ગ ટર્મ રેસિડન્સી માટે પ્રયાસ કરી રહ્યા છે. ઘણા લોકોએ આ નિર્ણય અંગે ખુશી વ્યક્ત કરી છે, પરંતુ તેમનું કહેવું છે કે ભારત પાછા જવાનો અર્થ છે ગરીબીમાં રહેવું.
પાછા જવા માટે અફઘાન હિન્દુ-શીખ લોન્ગ ટર્મ રેસિડન્સી માટે અરજી કરી શકે છે
શનિવારે ભારત સરકારના વિદેશ મંત્રાલયે નિવેદન આપી કહ્યું કે, ભારતે હુમલાઓનો શિકાર થઈ રહેલા અફઘાન હિન્દુ અને શીખ સમુદાયની ભારત વાપસીને સુવિધાજનક બનાવવાનો નિર્ણય કર્યો છે. કાબુલમાં ભારતીય અધિકારીએ કહ્યું કે, આ નિર્ણયનો અર્થ છે કે, અફઘાનિસ્તાનના હિન્દુ શીખને ભારતમાં વિઝા માટે પ્રાથમિકતા અને લોન્ગ ટર્મ રેસિડન્સી માટે અરજી કરવાની સુવિધા મળશે.
અહીંયા હુમલામાં મરી શકીએ છીએ, પણ ભારતમાં ગરીબીથી મરી જશું
અફઘાનિસ્તાનમાં રહેતા હિન્દુ-શીખોના ત્યાં ઘણી પેઢીઓથી દુકાન અને વેપાર છે. તે તેમના દિવસો આગામી હુમલાની આશંકામાં ગાળી દે છે. લોકોનું કહેવું છે કે ભારતમાં નવી શરૂઆત કરવાનો અર્થ ગરીબીમાં રહેવાનું છે. ખાસ કરીને મહામારી દરમિયાન આર્થિક સ્થિતિ નબળી છે.
કાબુલમાં ગુરુદ્વારા પાસે રહેતા 63 વર્ષના લાલા શેરે કહ્યું કે, સમુદાય એટલો નાનો થઈ ગયો છે કે હવે બીક રહે છે કે આગામી હુમલામાં મરનારા લોકો માટે અંતિમવિધી કરવા માટે પણ પૂરતા લોકો હશે કે નહીં. બની શકે છે કે હિન્દુ-શીખને મળી રહેલી ધમકીઓથી મરી જઈશ, પણ ભારતમાં ગરીબીથી મરી જઈશ.તેમણે કહ્યું કે, હું મારું આખુ જીવન અફઘાનિસ્તાનમાં વિતાવ્યું છે. જો પૈસા નહીં હોય તો કદાચ હું કોઈ દુકાને જઈને બે ઈંડા અને બ્રેડ માંગીશ તો એ લોકો મને મફતમાં આપી દેશે પણ ભારતમાં મારી મદદ કોણ કરશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
source https://www.divyabhaskar.co.in/national/news/the-tragic-story-of-hindu-sikhs-in-afghanistan-they-say-maybe-die-in-attacks-here-but-poverty-will-kill-in-india-the-entire-country-has-only-600-population-127543038.html
0 Comments