દેશમાં કોરોનાના કુલ કેસના 55% છેલ્લા 22 દિવસમાં આવ્યા, આ મહિનામાં 53% લોકો સાજા થયા;મોતના કેસમાં ભારત 7માં નંબરે આવ્યું

દેશમાં કોરોનાના કેસ 12 લાખને પાર થઈ ગયા છે. 11 લાખથી 12 લાખ કેસ થવામાં માત્ર ત્રણ દિવસ લાગ્યા છે. છેલ્લા 12 દિવસથી દર ત્રણ દિવસમાં એક લાખથી વધુ નવા દર્દી સામે આવી રહ્યા છે. માત્ર જુલાઈ મહિનાના 22 દિવસમાં જ કોરોનાના લગભગ સાડા છ લાખ નવા કેસ સામે આવ્યા છે.
30 જાન્યુઆરીએ પહેલો કેસ સામે આવ્યા પછી પાંચ મહિનામાં દેશમાં 5.85 લાખ કેસ આવ્યા. છેલ્લા 22 દિવસમાં કોરોનાના કેસ બમણા કરતા પણ વધી ગયા છે. જો કે, રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે. દર 10 લાખની વસ્તીમાં 896 લોકો પોઝિટિવ મળી આવે છે.આ રીતે આપણે દુનિયામાં 103માં ક્રમે છીએ. દર 10 લાખની વસ્તી પર દેશમાં 22 મોત થઈ રહ્યા છે, આ પ્રમાણે આપણે દુનિયામાં 98 નંબર પર છીએ. સાથે જ 10 લાખ લોકોમાં માત્ર 10,664નો કોરોના ટેસ્ટ થઈ રહ્યો છે, આ પ્રમાણે આપણે દુનિયામાં 136માં ક્રમે છીએ.

દર ત્રણ દિવસમાં એક લાખથી વધુ કેસ વધી રહ્યા છે
30 જાન્યુઆરીએ દેશમાં કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો. જેનાં 109 દિવસ પછી એટલે કે 10મી મેના રોજ આ સંખ્યા વધીને એક લાખ થઈ ગઈ હતી. પછી સંક્રમણની ગતિ એટલી વધી કે લગભગ 15 દિવસમાં જ આંકડો 2 લાખને પાર થઈ ગયો. સંક્રમિતોની સંખ્યા 2થી3 લાખ થવામાં લગભગ 10 દિવસ લાગ્યા. 3થી 4 લાખ કેસ થવામાં 8 દિવસ અને 4થી 5 લાખ કેસ થવામાં માત્ર 6 દિવસ લાગ્યા હતા.

કેસ વધવાની આ ગતિ સતત વધી રહી છે. 5થી 6 લાખ અને 6થી7 લાખ કેસ થવામાં માત્ર 5-5 દિવસ લાગ્યા. 7થી 8 લાખ કેસ થવામાં માત્ર 4 દિવસ લાગ્યા એટલે કે દર બે દિવસમાં સરેરાશ 50 હજાર કેસ સામે આવ્યા. ત્યારપછી 8થી 9 લાખ, 9થી 10 લાખ, 10 લાખથી 11 લાખ અને 11 લાખથી 12 લાખ કેસ થવામાં માત્ર ત્રણ ત્રણ દિવસ લાગ્યા. આમા પણ દર દિવસે સામે આવતા કેસ સતત વધી રહ્યા છે.

દેશમાં મોતનો આંકડો સ્પેનથી પણ વધારે
કોરોનાથી થયેલા કુલ મોતના કેસમાં આપણે 7માં નંબરે છીએ. બે દિવસ પહેલા સુધી ભારત કુલ મોતના મામલામાં દુનિયાભરમાં 8માં નંબરે હતું. હવે સ્પેનમાં આપણા દેશ કરતા ઓછામાં ઓછા મોતના મામલા છે. દેશમાં કોરોનાથી પહેલું મોત 13 માર્ચે થયું હતું. છેલ્લા 131 દિવસમાં 29 હજારથી વધુ લોકોના મોત થયા છે. જેમાંથી 24 હજારથી વધુ લોકોએ છેલ્લા 53 દિવસમાં જીવ ગુમાવ્યા છે.

દુનિયાના 207 દેશોથી પણ વધુ કેસ માત્ર મહારાષ્ટ્રમાં, દેશના 64% કેસ સૌથી સંક્રમિત 5 રાજ્યોમાં
દુનિયાના 215 દેશ અને આઈલેન્ડમાં કોરોનાના કેસ સામે આવ્યા છે. જેમાંથી 207 દેશ એવા છે, જ્યાં મહારાષ્ટ્રથી પણ ઓછા સંક્રમિત છે. માત્ર 8 દેશ એવા છે જ્યાં મહારાષ્ટ્ર કરતા પણ વધુ લોકો સંક્રમિત છે. ભારતમાં કુલ સંક્રમિતોમાં 27% લોકો મહારાષ્ટ્રના છે. મોતના આંકડાઓને જોવા જઈએ તો અત્યાર સુધી થયેલા કુલ મોતમાં 42% લોકો આ રાજ્યના હતા.

અત્યાર સુધી લગભગ દોઢ કરોડ લોકોના ટેસ્ટ, જેમાંથી 8.2% લોકો પોઝિટીવ નીકળ્યા
ભારતમાં અત્યાર સુધી લગભગ દોઢ કરોડ લોકોના કોરોના ટેસ્ટ કરાયા છે. જેમાંથી 8.2% લોકો સંક્રમિત મળ્યા છે. અમેરિકામાં લગભગ પાંચ કરોડ ટેસ્ટિંગ થયા છેદુ અને તેમાં 8% લોકો પોઝિટિવ મળી આવ્યા છે. સૌથી ખરાબ હાલ બ્રાઝિલના છે. અહીંયા અત્યાર સુધી લગભગ 50 લાખ લોકોની તપાસ થઈ છે અને તેમાંથી 44%થી વધુ લોકો સંક્રમિત મળ્યા છે.

દેશમાં 63%થી વધુ દર્દી સાજા થયા, દુનિયાના સરેરાશ 61%
દુનિયાના કુલ કોરોના સંક્રમિત દર્દીઓમાંથી લગભગ 61% દર્દી સાજા થઈ ચુક્યા છે. સાથે જ ભારતમાં લગભગ 7.83 લાખ દર્દી અત્યાર સુધી સાજા થયા છે. એટલે કે કુલ સંક્રમિતોના 63%થી વધુ લોકો સાજા થયા છે. આ પ્રમાણે આપણા દેશમાં સાજા થઈ રહેલા દર્દીઓની સરેરાશ સંખ્યા દુનિયાના સાજા થઈ રહેલા દર્દીઓ કરતા થોડીક સારી સ્થિતિમાં છે.
દેશની અલગ અલગ હોસ્પિટલમાં હાલ 4.25 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે. અત્યાર સુધી 2.4% દર્દીઓના મોત થયા છે. તો આ તરફ અમેરિકાનો ડેથ રેટ 3.6% છે. બ્રાઝિલમાં અત્યાર સુધી 3.7% દર્દીઓના મોત થયા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Delhi Mumbai Coronavirus Cases In India Cross 12 lakh Mark | More Than 6 Lakh New COVID Cases Came In 22 Days In Haryana Madhya Pradesh


source https://www.divyabhaskar.co.in/national/news/delhi-mumbai-coronavirus-cases-in-india-cross-12-lakh-mark-more-than-6-lakh-new-covid-cases-came-in-22-days-in-haryana-madhya-pradesh-127543062.html

Post a Comment

0 Comments