દેશમાં 48,294 દર્દી એટલે કે દર બીજી સેકન્ડે એક, એક જ દિવસે વિક્રમી 699 લોકોનાં મોત સાથે કુલ મૃત્યુઆંક 30 હજારને પાર

ભારતમાં કોરોના ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. દેશમાં બુધવારે એક જ દિવસે સૌથી વધુ એટલે કે 48,294 દર્દી નોંધાયા. મતલબ કે દર બે સેકન્ડે એક દર્દી મળ્યો. દેશમાં અત્યાર સુધીમાં 12.34 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. એક દિવસમાં વિક્રમજનક 699 લોકોના મોત પણ થયા છે. દેશમાં કોરોનાથી મરનારાની સંખ્યા 30 હજારને પાર થઈ ગઈ છે.

જો કે રાહતની વાત એ છે કે ભારતમાં મૃત્યુદર ઘટીને 2.37% થઈ ગયો છે. કુલ સંક્રમિતમાંથી 7.79 લાખ લોકો સાજા પણ થઈ ગયા છે. દેશમાં 63.1 ટકાનો રિકવરી રેટ છે. કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સૌથી વધુ એક જ દિવસે 10,576 દર્દી મળ્યા હતા. રાજ્યમાં કુલ 3.37 લાખ દર્દી થઈ ગયા છે. 12556 લોકોના મોત થયા છે. બીજા સ્થાને તમિલનાડુમાં 5849 દર્દી નોંધાયા હતા. અહીં 1.86 લાખ દર્દી થયા છે. કેરળમાં પહેલીવાર દર્દીનો આંકડો 1 હજારને પાર થઈ ગયો છે. બુધવારે અહીં 1038 દર્દી નોંધાયા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The total death toll in the country has crossed 30,000 with 48,294 patients i.e. a record 699 deaths in a single day every second.


source https://www.divyabhaskar.co.in/national/news/the-total-death-toll-in-the-country-has-crossed-30000-with-48294-patients-ie-a-record-699-deaths-in-a-single-day-every-second-127542512.html

Post a Comment

0 Comments