બિહારમાં આતંકવાદી ઘૂસણખોરીના ભયને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ બ્રાંચે રાજ્યના તમામ જિલ્લાઓમાં હાઈએલર્ટ જાહેર કર્યું છે. સમાચાર એજન્સી એએનઆઈના રિપોર્ટ અનુસાર તાલિબાન અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ નેપાળ બોર્ડરથી બિહારમાં પ્રવેશ કરી શકે છે. મળતી માહિતી મુજબ ISIએ 5-6 આતંકવાદીઓ મોકલવાની યોજના બનાવી છે. આ આતંકવાદીઓને પાકિસ્તાની સેના દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી છે.
આતંકવાદીઓની હિટ લિસ્ટમાં ગૃહમંત્રી સહિત ભાજપના નેતાઓ
ઇનપુટ મુજબ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એજન્સી (NIA) ના કંટ્રોલ રૂમમાં એક ધમકીભર્યો ઈમેઇલ આવ્યો છે, જેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના અન્ય નેતાઓનો આતંકવાદીઓની હિટ લિસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
VVIPને જેનાથી ખતરો,તેમના પર નજર રાખવા માટેસૂચના
સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા જારી કરાયેલ હાઈ એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે કાશ્મીરી આતંકવાદીઓ, જૈશ-એ-મોહમ્મદ, અલ કાયદા, પાકિસ્તાનના મુસ્લિમ કટ્ટરવાદીઓ, તાલિબાન, અફઘાનિસ્તાન જેવા સંગઠનોની દેખરેખ રાખવી જોઈએ. વળી, ઇસ્લામિક આતંકવાદી સંગઠનો, ઉત્તરપૂર્વના બળવાખોર સંગઠનો, જે VVIP માટે ખતરો હોઈ શકે તેમના પર નજર રાખવી જોઈએ.
એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે, VVIPની કામગીરીની સમાપ્તિ સુધી પોતાના એરિયામાં ધ્યાન રાખે. VVIPને ધમકીભર્યા પત્ર મોકલનાર અને તેમના લોકેશનની આસપાસ શંકાસ્પદ રીતે ફરનાર પર નજર રાખવી જોઈએ.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
source https://www.divyabhaskar.co.in/national/news/trained-from-pakistan-army-5-6-terrorists-could-infiltrate-bihar-high-alert-in-all-districts-of-the-state-home-minister-shahs-name-in-the-threatening-email-127459329.html
0 Comments